SFOનું નિર્માણ
SFOનું નિર્માણ કયારે કરવામાં આવ્યું?
ગંભીર છેતરપીંડી કાર્યાલય એપ્રિલ 1988માં અસ્તિત્વમાં આવી. બ્રિટેનના ઇતિહાસના અમુક ખુબજ સમાયેલ મોટી છેતરપીંડીના કેસની તપાસ અને કાયદેસર પગલાંની જવાબદારી આની રહી છે. SFO અને તેના અધિકારો ગુનાહિત ન્યાય કાયદો 1987 દ્વારા કરવામાં આવેલ છે. (સંશોધન મુજબ)
કાયદાની સંક્ષિપ્તતા સાર જાણવા માટે સ્ટેશનરી અાેફિસ સાઇટ ખાતે પધારો: http://www.hmso.gov.uk/acts/summary/01987038.htm![]()
રોસ્કિલ અહેવાલ
ગુનાહિત ન્યાય કાયદો 1987 તથા SFOનું નિર્માણ છેતરપીંડી અજમાયશ સમિતિ અહેવાલ જે ‘રોસ્કિલ અહેવાલ’ ને નામે ઓળખાય છે અને 1986માં પ્રસિદ્ધ થયેલ તેના પ્રેરકબળ વડે નિર્માણ પામેલ છે.
આની પ્રમુખ ભલામણા એક એકીકૃત સંગઠનનું સ્થાપન હોય છે - જે ગંભીર છેતરપીંડીના કેસ (બનાવો)ની શોધ, તપાસણી અને કાયદેસર પગલાં માટે જવાબદાર હોય છે.
યુકેમાં 1970 દરમિયાન તથા 1980ની શરૂઆતમાં લોકોમાં ગંભીર અને જટિલ છેતરપીંડીના બનાવો અંગેની તપાસણી અને તેના કાયદેસરના પગલાંની પદ્ધતિ સામે વિચારણીય અસંતોષ હતો.
1983માં સરકારે ફ્રોડ ટ્રાયલ્સ કમિટિ, એક સ્વતંત્ર તપાસ સમિતિની સ્થાપના કરી, જેના ચેયરમૅન લોર્ડ રોસ્કિલ હતા, આ સમિતિ છેતરપીંડીના કેસ સામે વધુ પ્રભાવી રીતે કાનૂની અને ગુનાહિત પ્રક્રિયાઓ સામે પરિવર્તન કરાવવા પ્રસ્તુત થઇ.