બનાવો અંગે વાટાઘાટ
વિભાગ 2ના અધિકારો
વિભાગ 2 નોટિસ શું છે?
વિભાગ 2 ગુનાહિત ન્યાય કાયદો 1987 અંતર્ગત, નિદેશક દ્વારા અધિકૃત સ્ટાફ - વ્યક્તિથી જરૂરી પ્રશ્નનો ઉત્તર લેવા, જાણકારી આપવી અથવા તપાસણી અંગેના દસ્તાવેજ પ્રાપ્ત કરવા, અધિકાર પામે છે. લેખિત નોટિસ પણ આપવામાં આવે છે જયારે આ અધિકારનો ઉપયોગ કરવામાં આવે છે. તાકીદના કેસોમાં અમો નોટિસ દ્વારા તુરંત સ્વીકૃતિ મેળવીએ છીએ.
SFOના તપાસકર્તાઓએ ઝડપી અને પ્રભાવશાળી જાણકારી મેળવવી જરૂરી હોય છે. આથી તપાસણીના સમયનો ગાળો ઘટે છે તથા ગુનાહિત વ્યક્તિને ત્વરિત રૂપે અજમાયશ માટે લઇ જઇ શકાય છે.
વિભાગ 2ની નોટિસ કોણ મેળવે?
ઘણી પ્રકારની બેંક, વિત્તીય સંસ્થાનો, લેખપાલ તથા અન્ય વ્યાવસાયિકો, તેમના સમાન્ય વ્યવસાય દરમિયાન, જેઓ જાણકારી અથવા દસ્તાવેજ જે શંકાસ્પદ છેતરપીંડી અંગે ધરાવતા હોય તેમને વિભાગ 2ની નોટિસ આપવામાં આવે છે.
લગભગ મુદ્દે એવા સંસ્થાનો તથા વ્યક્તિઓ જેઓનું કર્તવ્ય તેમના કલાયંટની (અસીલ) વિગતોને ગુપ્ત રાખવાની હોય છે. ઘણાં લોકો સહાયક બનવા ઇચ્છે છે પરંતુ તેઓ તેમ કરી શકતા નથી જેમકે અમુક કર્તવ્યોને ગુપ્ત રાખવા. વિભાગ 2ની નોટિસ તેમને કાનૂની રીતે જાણકારી તથા દસ્તાવેજો પૂરા પાડે છે.
આ અધિકારોની ઉપયોગ કયારે થાય?
વિભાગ 2ના અધિકારોનો ઉપયોગ શંકાસ્પદ ગુનાની તપાસણી માટે કરવામાં આવે છે કે જે, નિદેશકની જાણકારી અનુસાર યોગ્ય ધોરણો મુજબ ગંભીર અથવા જટિલ છેતરપીંડી સાથે સંકળાયેલા હોય તથા જયાં તપાસણી અંગેના યોગ્ય કારણો મોજૂદ હોય, અથવા અન્ય કોઇ પણ વ્યક્તિના તેવા કૃત્યો હોય.
કઈ પ્રકારના પ્રતિબંધો તેમાં હોય છે?
વ્યક્તિ પ્રશ્નના ઉત્તર આપવા કદાચ ના પાડી શકે અથવા જાણકારી આપવા અથવા દસ્તાવેજ આપવા તે વ્યક્તિ (પુરૂષ/સ્ત્રી) યોગ્ય કારણોસર ના પાડી શકે.
વિભાગ 2 અંતર્ગત વ્યક્તિ દ્વારા અપાયેલ પ્રશ્નનો ઉત્તર સમાવિષ્ટ કરવામાં આવતો નથી અને તેનો તેની વિરૂદ્ધ અજમાયશ વખતે ઉપયોગ કરાતો નથી જો તે અજમાયશ વિભાગ 2 મુજબ ગુનાહિત કૃત્યની જાણકારી ભરમાવવા અંગે ન હોય.