બનાવો અંગે વાટાઘાટ
SFOની ટ્રાયલના સાક્ષીઓની પુસ્તિકા
નીચે આપેલ સ્પષ્ટીકરણ કોર્ટમાં સાક્ષી બનવા અંગેની પ્રક્રિયાનો વિસ્તારથી સમજાવે છે તથા એવા અમુક સામાન્ય પ્રશ્નો બાબત જણાવે છે જે કદાચ સાક્ષીને પૂછવામાં આવે.
ગંભીર છેતરપીંડી કાર્યાલય એ વાત સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે કે કેસમાં આવેલ સાક્ષીઓએ પૂરેપૂરી જાણકારી તથા સહાયતા આપવી. નિદેશક તમારા સહુનો પૂરેપૂરા આભારી છે કે જેઓ SFOના કેસોમાં પુરાવા આપવા સહમત થાય. સાક્ષી બનવું તે એક મહત્વપૂર્ણ જનતા સમારંભ છે.
SFOના કેસમાં સાક્ષી રીતે તમોને SFOમાં કેસ સેક્રેટરીનું નામ અપાશે. જો તમારો કોઇ પ્રશ્ન હોય તો તેને અથવા તેણીનો સંપર્ક સાધવો.
જો તમારાથી કેસ સેક્રેટરીનું નામ ખોવાય ગયેલ હોય અથવા તમારા કોઇ અન્ય સામાન્ય પ્રશ્નો હોય તો પૂછો,
SFOના જનતા પૂછતાછ ફોન નં. 020 7239 7190 અથવા ઇમેલ કરો public.enquires@sfo.gsi.gov.uk.
તમારો પુરાવો
કોર્ટમાં ટ્રાયલ દરમિયાન પૂરાવો આપનાર સાક્ષી કહેવાય છે.
SFOના કેસ ગુનાહિત કેસ હોય છે તથા ટ્રાયલ પર રાખનાર વ્યક્તિને ‘આરોપી’ કહેવાય છે. આરોપીનું નામ જ કેસનું નામ હોય છે:
‘Regina - v - JOHN BROWN’
તમારો પુરાવો ધરાવે છે તથ્યો -- વસ્તુઓ તમે એ જાણો છો અથવા જોયેલ છે અથવા સાંભળેલ અથવા અનુભવેલ છે. કોર્ટ લોકોની અંગત જાણકારી મુજબ કેસ અંગે જરૂરી વાત સાંભળે છે તથા, એ વાત નક્કી કરે છે કે આરોપિત વ્યક્તિએ સંબંદ્ધ ગુનો કરેલ છે કે નહિ જે માટે તેના પર આરોપ લગાવાયેલ છે.
તમોને કદાચ SFOના તપાસકર્તાના સાક્ષી બયાનને લખી અને સહી કરવાનું કહેવામાં આવી શકે. તમારી પાસે કેસને લગતાં દસ્તાવેજો અથવા તમારા દસ્તાવેજોની ફોટોકોપી હોઈ શકે (તે તમારૂ પ્રદર્શન કહેવાશે).
તમારા પુરાવા ઓપન કોર્ટમાં જજ, જયુરી, આરોપી તથા વકીલ સમક્ષ મૌખિક હોઈ શકે: અથવા
તમારૂં સાક્ષી બયાન તથા પ્રદર્શન કોર્ટ સમક્ષ વાંચી સંભળાવવામાં આવશે (તમારી ઉપસ્થિતની જરૂર વગર).
તમારી પાસે અગાઉથી જ કેસ સેક્રેટરીનો પત્ર હશે જે જણાવશે કે કેસ કયારે અને ક્યાં કોર્ટમાં જશે.
જો તમે કોર્ટ જવાની જરૂરત અંગે અનિશ્ચિત હો તો - તમારે કેસ સેક્રેટરીનો સંપર્ક કરવો.
જો તમે હજુ લેખિત સાક્ષી બયાન પર સહી નકરી હોય અથવા અમુક સમય પહેલાં SFOના તપાસકર્તાનો સંપર્ક કરેલ હોય; તો તપાસકર્તાનો સંપર્ક કરશો. કદાચ ત્યારબાદ તમારા પુરાવાની જરૂર ન રહે.
કોર્ટ આપવાની તૈયારી
- તમોએ તમારૂં સાક્ષી બયાન અમુક સમય અગાઉ તૈયાર કર્યું હોય તથા તે કદાચ જટિલ વિષય વાટાઘાટ અંગે હોય. જો તમે તમારી યાદગીરીને ફરી કોપી જોઇ ચકાસવા માગતા હો તો, કૃપા કરીને કેસ સેક્રેટરીનો સંપર્ક કરશો.
- એ વાત મહત્વપૂર્ણ છે કે તમોએ તમારી યાદગીરી માટે અન્ય સાક્ષી સાથે તમારા પુરાવા બાબત ચર્ચા કરવાની નથી. જો તમે અન્ય સાક્ષીને અગાઉથી જાણતાં હો, કૃપા કરીને તેની સાથે કેસ અંગે ચર્ચા કરશો નહિ. આ વાત અમુક મુદ્દે ગુનાહિત અપરાધ ગણાય છે.
- જો કોઈ તમને કહે અથવા તમારા પુરાવા કહેવા જણાવે, તો કેસ સેક્રેટરીનો એક વખત સંપર્ક કરવો. બહુજ જવલ્લે જ કેસમાં તમોને આરોપીના વકીલ સમક્ષ બયાન આપવા જણાવાશે.
- જો તમારી ચિંતાનું કારણ આરોપી સાથે ની, તેણી/તેમાં સંબંધીઓની, અથવા અન્ય કોઇ વ્યક્તિની કોર્ટમાં થયેલ મુલાકાત અંગે હોય તો, તમોએ કેસ સેક્રેટરીને જાણ કરવી જોઇએ.
- જો તમારી અંગ્રેજી સારી ન હોય તથા તમો ભાષાંતરકાર રાખવા માગતા હો તો, કેસ સેક્રેટરીનો સંપર્ક કરશો.
- જો તમે કોઇ પ્રકારની અસમર્થતા અથવા વિશિષ્ટ જરૂરતો ધરાવતો હો તો, કૃપા કરીને કેસ સેક્રેટરીને જાણ કરો.
- જો તમે અગાઉ કયારેક કોર્ટની અંદર ગયા નથી તથા અગાઉ મુલાકાત કરવા માગો છો, કેસ સેક્રેટરીનો સંપર્ક કરશો. ઘણી સ્થાનીય ક્રાઉન કોર્ટ દિવસના ખુલ્લી હોય છે તથા તમે મફ્તમાં તેમાં માર્ગદર્શક યાત્રા (ટુર) કરી શકો.
- તમો જયારે પુરાવો આપી દેશો ત્યારે તમોને યાત્રા ખર્ચ કરી આપવામાં આવશે.
- જો તમે વિદેશ યાત્રાથી આવતા હો, તો તમારી જરૂરતો અંગે કેસ સેક્રેટરી સાથે ચર્ચા કરો. તમોને બધાં જ દર્શાવવા યોગ્ય કાગળ સાથે કોર્ટ ખોલાવવામાં આવશે. તમોને તે બધું જ કોર્ટ રૂમમાં લઈ જવા પરવાનગી અપાશે નહિ, પરંતુ તમો તમારૂં સાક્ષી બયાન તમારી સાથે લઈ જઈ શકો નહિ તમારી સાથે કહયા વગર કોઈ પણ વસ્તુ કોર્ટમાં લઈ જવી નહિ. પરંતુ જો તમારી પાસે કેસને લગતાં અન્ય કોઈ દસ્તાવેજ હોય તો તે બાબત, કેસ સેક્રેટરીને જાણ કરો.
કોર્ટમાં આવવું
- જયારે તમે ક્રાઉન કોર્ટમાં પધારો, ત્યારે કૃપા કરીને કેસની સૂચિ તપાસો, જે પ્રવેશ હૉલની અંદરના બોર્ડ પર પ્રદર્શિત કરેલ હોય.
- આપેલ સૂચીમાં કેસ આરોપી જેમકે ‘R v (આરોપી નું નામ)’, અને કોર્ટના નંબર સહિત જયાં કેસની અજમાયશની સુનવણી હોય તે દર્શાવેલ હશે. વૈકલ્પિક રૂપે, તમે કોર્ટના સભ્યને તમોને મદદ કરવા જણાવી શકો.
- તમો એ નંબર આપેલ કોર્ટમાં અથવા તેના દરવાજા પાસે રાહ જોવી. કેસનું નામ દરવાજાની દિવાલ પર લગાવેલ હશે. કેસ સેક્રેટરી તમોને ત્યાં મળવા ઈચ્છશે તથા તે પોતાનો પરિચય તમોને કરાવશે.
જયાં સુધી તમોને બાેલાવવામાં ન આવે કોર્ટમાં જવું નહિ. સામાન્ય રીતે, જયાં સુધી પુરાવા આપી ન દેવાય ત્યાં સુધી, સાક્ષીઓને અજમાયશનાેં કોઇ પણ ભાગ નિહાળવાની પરવાનગી હોતી નથી.
કૃપા કરીને કેસના અન્ય સાક્ષીઓ સાથે વાત કરવી નહિ
તમોને પુરાવા આપવા બાેલાવવામાં આવે તે પહેલાં, તમોને કોર્ટ ખાતે લાંબા સમય ગાળા સુધી રોકવા દેવાના તમામ પ્રયાસ નિવારવામાં આવે છે. જો કે, વિલંબ થવાના કારણો સંખ્યાબંધ વાતો પર નિર્ભર કરે છે જે અમારા નિયંત્રણ બહારની વાત છે. અમારો ઉદ્દેશ્ય હોય છે કે કોઇ પણ સાક્ષીને બે કલાકથી વધુ રોકાવું પડે નહિ. અમો આને માટે બનતાં બધાં જ ઉત્તમ પ્રયત્નો કરીશું તથા એ સુનિશ્ચિત કરવા પ્રયત્ન કરતાં હોઇએ છીએ કે કેસ સેક્રેટરી તમોને કોઇ પણ પ્રકારના થયેલ વિલંબ અનો થનાર વિલંબની જાણ કરે.
ઘણી કોર્ટમાં સાક્ષી સંભાળ કેન્દ્ર હોય છે, તેના સ્વયંસેવકો તમોને વિલંબ દરમિયાન તમારૂં ધ્યાન રાખી મદદ કરી તમોને પ્રસન્નચિત્ત બનાવવા પ્રયત્નો કરતાં હોય છે.
કોર્ટની પ્રક્રિયા
જયારે કોર્ટ તૈયાર હોય, તમારી નજીક ઊભેલો/ઊભેલ દરવાન તમારા નામનાે અવાજ લગાવે છે.
તમોને તમારૂં પુરૂં નામ અને સરનામું સુનિશ્ચિત કરવા કહેવાશે. જો તમે તમારૂં સરનામું કોર્ટ સમક્ષ જાહેરમાં કહેવા માગતા ન હો તો, તે કારણ અંગે કોર્ટના કેસ સેક્રેટરી સાથે ચર્ચા કરવી.
તમોને શપશ લેવા અથવા સુનિશ્ચિત કરવા કહેવામાં આવશે કે જે તમે કહેશો તે સાચુ હશે.
ક્રિશ્ચિયન, ઉદાહરણ માટે, ન્યુ ટેસ્ટામેન્ટના સમ ખાશે. જો કે, દરેક કોર્ટમાં એ વાતની સુનિશ્ચિતતા કરવામાં આવે છે કે વિભિન્ન વિશ્વાસ ધરાવતાં (સાક્ષી) લોકો તેમને યોગ્ય આસ્થા મુજબ શપથ લઇ શકે. વૈકલ્પિક રૂપે જો તમે શપથ ને સ્થાને સત્ય દાખવવાની દૃઠતા ધરાવો તમારે કોઇ પણ વાત કરવી હોય તો તમારે કેસ સેક્રેટરી અથવા જાણકારી કોર્ટના દરવાન ને પૂછવું.
પુરાવા આપવા
તમોએ શપથ લીધા બાદ:
- સૌપ્રથમ SFOના કાયદેસરના કાઉન્સેલ તમોને પ્રશ્નો આને ‘એકઝામિનેશન ઈન ચીફ’ કહેવાય.
- ત્યારબાદ તમોને કદાચ બચાવપક્ષના કાઉન્સેલ દ્વારા ફેર-પરીક્ષણ કરવામાં આવે. જો તમોને બચાવ પક્ષ દ્વારા કોઈ પણ પ્રશ્ન પૂછવામાં ન આવે તો ચિંતા કરવી નહિ. તેનો અર્થ છે કે તેઓને તમારા આપેલ પુરાવા અંગે વિવાદ છે. અંતિમ રૂપે કદાચ કાયદેસરના કાઉન્સેલ દ્વારા તમારી ફેર-તપાસણી કરવામાં આવે.
- એ સંભવ છે કે જજ ગમે ત્યારે તમોને પ્રશ્નો પૂછી શકે. ત્યારે તમારે (સ્ત્રી/પૂરૂષે) ‘યોર ઓનર’ કહેવું અને, જો તે હાઈ કોર્ટના જજ હોય તો, ‘માય લોર્ડ’ અથવા ‘માય લેડી’ કહેવું. અમો તમને જણાવીશું કે કયા પ્રકારનું સંબોધન યોગ્ય છે.
- તમારો સમય મેળવો અને સ્પષ્ટ કહો, જેથી જજ, જયુરી અને કાઉન્સેલ તમને સાંભળી શકે. જો તમે પ્રશ્ન પૂરી રીતે સમજી શક્યા ન હો તો, તમારે તે અંગે કહેવા સંકોચ રાખવો નહિ. તે ફરી કહેવા માટે જણાવો.
અજમાયશ પ્રક્રિયામાં સમ્મિલિત દરેક કાઉન્સેલ તથા જજ એ વાતથી સંબંધ ધરાવે છે કે સાક્ષીઓને તેમના પુરાવા પૂરી રીતે અને ઈમાનદારીથી જણાવવાનો અવસર આપવામાં આવે.
જયારે તમે પુરાવા આપી રહ્યા હો ત્યારે જો તમે કોઈ મુશ્કેલી અનુભવી રહ્યા હો, ઉદાહરણ માટે જો તમે અસ્વસ્થતા અનુભવો તથા કોર્ટ છોડી જવા માગતા હો અથવા તમો ને ખુરશી અથવા પાણી જોઈએ છીએ, તમારે જજ ને કહેવું.
જો તમે અગાઉ જે કહેલ હોય તેને સુધારવા માગતા હો, અથવા તમો એમ વિશ્વાસ ધરાવતા હો કે તમારે કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આપતાં પહેલાં દસ્તાવેજો માટે સમય જોઈએ છીએ તો કૃપા કરીને જજને તે અંગે જાણ કરવા સંકોચ કરવો નહિ.
જો તમારા પૂરાવા દરમિયાન બ્રેક (જેમકે લંચ) આવી જાય તો જજ તમોને કેસના આ બ્રેક દરમિયાન કોઇની સાથે પણ વાતચીત ન કરવા ચેતવણી આપશે. તમારે તમારૂં ભોજન (લંચ) તમારી રીતે જ એકલા કરવાનું.
પુરાવા આપ્યા બાદ
જો તમે તમારા પૂરાવા આપ્યા બાદ રોકાઈને અજમાયશ સાંભળવા માગતા હો, તો તમારે કેસ સેક્રેટરીને કહેવું જે તમને જણાવશે કે કયા કારણથી રોકાવું સલાહભર્યું નથી. ઉદાહરણ માટે, જો એવા કારણોસર તમને ફરીથી કેસના અન્ય ચરણમાં બાેલાવવામાં આવે, તો તમને તમારા પુરાવા આપીને સીધા જ કોર્ટ છોડી જવા જણાવવામાં આવશે.
તમારા પુરાવા આપ્યા બાદ, કેસના એવા અન્ય કોઈ પણ સાક્ષી સાથે વાત કરવી નહિ જેને હજુ બાેલાવવામાં આવેલ ન હોય.
કેસ સેક્રેટરી તમોને (વીટનેસ એકસપેંસ કલેઈમ ફોર્મ) સાક્ષી ખર્ચ દાવાનું ફોર્મ આપશે. તમો કોઈ પણ પ્રકારની યાત્રા, કોઈ પણ પ્રકારની કમાણીની નુકસાની, અથવા અન્ય ખર્ચા જે તમે કોર્ટ આવવા દરમિયાન કરેલ હોય તેની ક્ષતિપૂર્તિનો અધિકાર ધરાવો છો. આ ફોર્મ (પત્રક) તમારો હક્ક જણાવે છે. જો તમોએ અન્ય ખર્ચાથી રસીદો રાખી હશે તો તે વધુ મદદગાર સાબિત થશે. તમારે તમારા દાવાની ચૂકવણી 14 દિવસમાં મેળવી લેવી.
ગંભીર છેતરપીંડી કાર્યાલય તમારા સમય અને પરેશાની માટે તમારી આભારી છે જે તમે કોર્ટમાં મોજૂદ રહેવા ઉઠાવી છે. સ્પષ્ટ અને જાહેર અજમાયશ અમારી ગુનાહિત ન્યાય પદ્ધતિનો પાયાનો પત્થર છે. આ પ્રક્રિયામાં તમારૂં સાક્ષી તરીકેનું યોગદાન, પ્રમુખ છે. જો પ્રક્રિયાની કોઈ પણ પ્રકારની ચિંતા તમોને હોય અથવા તમે સમજી ન શકતા હો, કૃપા કરીને અમારો સંપર્ક કરવો.